‘મહા’ વાવાઝોડું 6 નવેમ્બરે ગુજરાતમાં આ જગ્યાએથી પસાર થશે, શનિવાર કરતા રવિવારે ચિત્ર બદલાયું


ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં ‘મહા’ વાવાઝોડાની તીવ્રતા વધી છે અને લોકેશન પણ હવે સ્પષ્ટ થયું છે. કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્યને રવિવારે ૪.૩૦ વાગ્યે મોકલાવેલી એડવાઇઝરી મુજબ ૬ઠ્ઠી નવેમ્બરની મધરાતથી ૭મી નવેમ્બરની પરોઢ વચ્ચે મહા વાવાઝોડું ગંભીર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં દીવ અને દ્વારકા વચ્ચેથી પસાર થશે.

એ વખતે પવનની ગતિ પ્રતિ કલાકે ૧૦૦-૧૧૦ કિલોમીટરથી વધીને ૧૨૦ કિલોમીટરની રહેવાની શક્યતા છે. આ વાવાઝોડાને લીધે ૬ઠ્ઠી નવેમ્બરની સવારથી સાંજ સુધી ગુજરાત કાંઠાનો દરિયો ભારે તોફાની રહેશે.


આ માર્ગર્દિશકા મુજબ ત્રીજી નવેમ્બરે બપોરે અઢી વાગ્યે ‘મહા’ અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ચૂક્યું છે, જે એ સમયે વેરાવળની પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં ૫૯૦ કિલોમીટર દૂર, દીવથી ૬૩૦ કિલોમીટર દૂર અને પોરબંદરથી દક્ષિણ પશ્ચિમે ૫૯૦ કિલોમીટર દૂર હતું.

સોમવાર સુધી આ વાવાઝોડું ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પૂર્વ-ઉત્તર પૂર્વ દિશા તરફ ફરી વળાંક લેશે, એ સમયે એની ગતિ ૧૫૦થી ૧૮૫ કિલોમીટરની હશે, પણ વળાંકના કારણે એ પછી એની ગતિ ઘટશે અને ૧૦૦-૧૧૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે ‘મહા’ ૬ઠ્ઠી નવેમ્બરની મધરાતથી ૭મી નવેમ્બરની પરોઢ વચ્ચેના સમયગાળામાં દીવ-દ્વારકા વચ્ચેથી પસાર થશે. એવી ચેતવણી અપાઈ છે કે ૬થી ૭ નવેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં એકદંરે બધા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે અને કેટલાક ભાગોમાં તેનું સ્વરૂપ ભારેથી અતિભારે રહેવાની શક્યતા છે.

Adhaar Card : આધાર કાર્ડ માં ફેરફાર કરો ઘરે બેઠા


શનિવારે ‘મહા’ વાવાઝોડું ગુજરાતમાં નબળું પડતું હોવાના વાવડ હતા, પરંતુ હવે બદલાયેલી સ્થિતિમાં રાજ્યને વાવાઝોડું સ્પર્શે ત્યારે ભલે એ અતિ ગંભીર ચક્રવાતમાંથી ગંભીર યાને ઓછી તીવ્રતામાં પરિવર્તિત થતું હોય, પણ એની ઝડપ ૧૦૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિકલાકની રહેશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

‘મહા’ વાવાઝોડાના સંદર્ભમાં રાજ્યના માછીમારોને પાંચમી નવેમ્બર સુધી પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર તરફ અને છઠ્ઠી નવેમ્બર સુધી પૂર્વ-મધ્યથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર તરફ દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાની અસર

    પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે રવિવારે બીજા દિવસે પણ આકાશમાં વાદળછાયુ વાતાવરણ રહેતાં વધુ નુકશાનની ભિતિ

    ઉત્તર ગુજરાતમાં મગફળી,મગ,મઠ,અડદ,ચણાં,અને કપાસ તેમજ બાજરીના તૈયાર પાક પર વરસાદના પાણી પડતાં નુકસાન

    ખેડા-આણંદ જિલ્લામાં આજે સતત બીજા દિવસે વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા ડાંગર, તમાકુ, કપાસ વગેરેના પાકની પણ હાલત ખરાબ

    ખેડા-આણંદ જિલ્લામાં આ પ્રકારનું જ વાતાવરણ રહે અને કમોસમી વરસાદ આવે તો શાકભાજી, કપાસ, દીવેલા, તમાકુ જેવા રોકડિયા પાક નિષ્ફળ જવાની દહેશત

    શનિવારે વરસાદ પછી સુરત, વલસાડ અને નવસારી સહિતના જિલ્લામાં ક્યાંય પણ વરસાદ નહીં

    સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલ્ટો, મોટાભાગના વિસ્તારમાં વાદળો છવાયા, ઠંડક પ્રસરી, ઉપલા દાતારમાં કરા પડયા

જસદણ પંથકમાં વરસાદી ઝાપટાઓ પડતા ખેતપેદાશોને નુકશાન

કચ્છના કેટલાક વિસ્તારોમાં શનિવારે વરસાદ પડયા બાદ આજે રવીવારે પણ અબડાસા તાલુકાના નલિયા પંથકમાં વરસાદ પડયો

ગીરનાર પરિક્રમા ૮ નવેમ્બરે શરૂ થશે તે પહેલા ન જવા આદેશ

ગીરનાર પરિક્રમા પરંપરાગત રીતે કારતર સુદ-અગિયારસન ૮ નવેમ્બરે શરુ થાય છે પરંતુ દર વર્ષે યાત્રાળુઓ ૨-૩ દિવસ પહેલા ભવનાથ ખાતે પરિક્રમા શરુ કરવા આવી જાય છે પરંતુ આ વખતે વાવાઝોડું સૌરાષ્ટ્રમાં આવવાની શક્યતા અને અસર પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જણાતી હોવાથી આગામી ૪-૫ દિવસમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે તેને ધ્યાને લઇ યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે ગીરનાર પરિક્રમાના દરવાજા ૮મી નવેમ્બરે રાત્રે જ ખુલ્લા મુકવામાં આવશે. આમ જિલ્લા મેજીસ્ટ્રેટએ આદેશ કર્યા હતા.

NDRFની ૧૫ ટીમોને એલર્ટ રાખવામાં આવી

સરકારે NDRFની ૧૫ ટીમો એલર્ટ રાખવામાં આવી છે. મહા વાવાઝોડાની અસરના ભાદરૂપે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ અને દ.ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તા.૪થી નવેમ્બરે મહા વાવાઝોડું વેરી સિવિયર સાયકલોનિક સ્ટ્રોમ બની જશે.

ત્યારબાદ તે નબળું પડતું રહેશે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આવશે. જો કે, તા.૪થી નવેમ્બરથી તા.૭મી નવેમ્બર દરમ્યાન ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. તા.૫થી ૭ નવેમ્બર દરમ્યાન મહા વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ રખાઈ છે.
ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of barobarche.in. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.

Subscribe to receive free email updates:

0 Response to "‘મહા’ વાવાઝોડું 6 નવેમ્બરે ગુજરાતમાં આ જગ્યાએથી પસાર થશે, શનિવાર કરતા રવિવારે ચિત્ર બદલાયું "

ટિપ્પણી પોસ્ટ કરો